કૃષિ-કામધેનુ યુનિવર્સિટીમાં 2197 જગ્યા પર ભરતી થશે

કૃષિ-કામધેનુ યુનિવર્સિટીમાં 2197 જગ્યા પર ભરતી થશે

રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટી તથા કામઘેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની 2197 જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે તેવીબ સત્તાવાર જાહેરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે કરી છે.


આ અંગે વધુ વિગતો આપતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના યુવાનોને સરકારી સેવા દ્વારા જનહિતલક્ષી કાર્યો કરવાનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશિલ છે. તેના ભાગરૂપે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામઘેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની 2197 જગ્યાઓ સત્વરે ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.


અભ્યાસક્રમોમાં પ્રવેશની કામગીરીની સમીક્ષા કરવા ઉપરાંત રાઘવજીભાઈ પટેલે અન્ય વિગતો આપતા કહ્યું કે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીની વિવિધ કેડરની શૈક્ષણિક સંવર્ગની 853 અને બિન શૈક્ષણિક 1344 સંવર્ગની જગ્યાઓ મળી કુલ 2197 જગ્યાઓ ભરવાની કાર્યવાહી સત્વરે શરૂ કરાશે.જેથી રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટી હસ્તક ચાલતા વિવિધ અભ્યાસક્રમો, સંશોધન, તાલીમ વિગેરેની કામગીરી વેગવંતી બનશે, સાથે સાથે ખેડૂતોને ગુણવત્તા યુક્ત બિયારણ, રોપા, કલમો વિગેરે સરળતાથી ઉપલબ્ધ થશે તથા ખેડૂતોને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ઝડપ આવશે.


Powered by WPeMatico